Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રાજપીપળા સફેદ ટાવરે પીએમનાં પૂતળા દહનનો કાર્યક્રમ કરનાર યુથ કોંગ્રેસના ૧૧ કાર્યકરોની અટક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં સફેદ ટાવર પાસે ગુરુવારે યુથ કોંગ્રેસ કાર્યકરો એ પીએમ મોદીનાં પૂતળાનું દહન કરતા તમામ સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે

  મળતી માહિતી અનુસાર ગુરુવારે સુરત કોર્ટે રાહુલ ગાંધી ને બે વર્ષની સજાનો હુકમ કરતાં યુથ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો અપાયા હતા જેના ભાગરૂપે રાજપીપળા સફેદ ટાવર પાસે પણ યુથ કાર્યકરો એ પીએમ મોદી નાં પૂતળા નું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પૂતળા દહન સમયે રાજપીપળા પોલીસે જાહેરનામા નાં ભંગ બાળક યુથ કોંગ્રેસના (૧)અજય વસાવા (૨)જયેશ વસાવા(૩) નિતિન વસાવા(૪)રોહીત વસાવા(૫)સંજય વસાવા (૬)વિરલ વસાવા (૭)પ્રવિણ વસાવા (૮)સુરજ વસાવા (૯) સાગર વસાવા (૧૦)રાહુલ તથા (૧૧)પ્રદિપ વસાવા સફેદ ટાવર ખાતે કોઈ પણ જાતની મંજુરી લિધા વગર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પુતળા દહનનો કાર્યક્રમ રાખી પુતળા દહન કરી પ્રદર્શન કરી જાહેરનામા નો ભંગ કરવા બદલ અટક કરી ગુનો દાખલ કર્યો હતો.

(9:56 pm IST)