Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રાજ્યમાં હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેશે : જૂનાગઢ, પોરબંદર, જામનગર અને કચ્છમાં માવઠું પાડવાની આગાહી

સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગઈ આગાહી કરી

અમદાવાદ : રાજ્યમાં હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે

(9:24 pm IST)