Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

લાયન્સ ડિસ્ટ્રીકટ ગવર્નર દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામની વિઝિટ લેવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :લાયન્સ ડિસ્ટ્રીકટ 3232-B1ના ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન નરેન્દ્રભાઈ પટેલ અને ડિસ્ટ્રીકટના બીજા અન્ય ઓફિસરો દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામની વિઝિટ કરવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ ગવર્નર દ્વારા વિરમગામ લાયન્સ ક્લબની હોસ્પિટલોની અને બીજા અન્ય સેવાના કામનું નિરીક્ષણ કરીને જરૂરી સલાહ સુચનો આપ્યા હતા. તેમના સ્વાગતમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ લાયન મુર્તુઝા પટેલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(6:24 pm IST)