Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કચ્‍છ કોંગ્રેસનમાં લોકસભા ચૂંટણી પહેલા ભૂકંપ : અબડાસા કોંગ્રેસ તાલુકા પ્રમુખે રાજીનામું આપ્‍યું : કોંગ્રેસની ચિંતામાં વધારો

અબડાસા : કચ્‍છ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા ભૂકંપનો આંચકો આવ્‍યો છે. અબડાસાની કોંગ્રેસ તાલુકા પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્‍યુ છે. અેથી કોંગ્રેસની ચિતાંઅે વધારો થયો છે.

મળતી વિગત મુજબ તાલુકા પ્રમુખે રાજીનામુ આપ્યું છે. તાલુકા પ્રમુખ ઈકબાલ મંધરાએ રાજીનામુ આપતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. કારણકે અબડાસા વિધાનસભાની બેઠક જીતવામાં ઈકબાલ મંધરાની મહત્વની ભૂમિકા રહી હતી.  

ઉલ્લેખનીય છે કે કચ્છ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી નારાજગીનું મોજું ફરી વળ્યું હતું જેને પગલે આજરોજ અબડાસાના તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધરી દેતા કચ્છના રાજકારણમાં ભડકો થયો હતો.આ નેતાએ રાજીનામુ ધરી દેતા મામલો ગરમાયો હતો.  ઇકબાલ મંધરાએ 2014ની પેટા ચૂંટણી હોય કે 2017ની ચૂંટણીમાં પોતાનો અગત્યનો ફાળો આપી આ બેઠક કોંગ્રેસને ફાળે કરવામાં ખાસ મદદ કરી હતી તો મંધરાને શક્તિસિંહ ગોહિલના નજીકના વ્યક્તિ પણ માનવામાં આવે છે.

(12:47 am IST)