Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વડોદરા ભાજપ યુવા મોરચાના નીલ સોનીની રાજયના યંગેસ્‍ટ સર્ટીફાઇડ કોર્પોરેટર ડિરેકટર તરીકે ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ડિરેકટર દ્વારા નિયુકત કરાયા

વડોદરા : ભાજપ યુવા મોરચાના નીલ સોનીની રાજયના યંગસ્‍ટ સર્ટીફાઇડ કોર્પોરેટર ડિરેકટર તરીકે ઇન્‍સ્‍પેકટર ઓફ ડિરેકટર તરીકે નિયુકત કરાયા છે.

ગુજરાતના યંગેસ્ટ સર્ટિફાઈડ કોર્પોરેટ ડિરેક્ટર તરીકે નીલ સોનીની નિયુક્તી

વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય, આઈટી સેલ માંજલપુર વિધાનસભાના ઈન્ચાર્જ નીલ સોની હાલમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ આઈટીએમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમને ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિરેક્ટર દ્વારા સર્ટિફાઈડ કોર્પોરેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ઈમેજિંગ રોલ ઓફ ડિરેક્ટેશન ઈન કોર્પોરેટ સેક્ટર વિષય ઉપર 36 પાનાનું ડેઝરટેશન પણ તૈયાર કર્યું છે. અગાઉ હાલના વડોદરા કોર્પોરેશનના મેયર ભરત ડાંગરની પણ નિયુક્તિ કરવામાં આવી હતી.

આ સર્ટિફિકેટ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા જુદા જુદા સબ્જેક્ટ માટે માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવે છે. આ ક્લાસમાં ડિરેક્ટર્સનો રોલ, આગામી સમયમાં આવનારી ઈકોનોમિક ચેલેન્જ, કોર્પોરેટ મેનેજમેન્ટ, ફાયનાન્સિયલ પ્લાનિંગ એન્ડ ઈન્ક્લુઝિવનેસ, કમિટીના રોલ્સ જેવા વિષયો ઉપર પ્રેઝન્ટેશન કરવાનું હોય છે

(12:37 am IST)