Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ભરૂચઃ ફી નિયમન મામલે યુથ કોંગ્રેસ આક્રમકઃ શિક્ષણ પ્રધાનનું પૂતળુ સળગાવી વિરોધ નોંધાવ્યોઃ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન.

ભરૂચ : ફી નિયમન મામલે યુથ કોંગ્રેસ આક્રમક બન્યું છે. શિક્ષણ પ્રધાનનું પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સામે ઉગ્ર પ્રદર્શન પણ કર્યુ હતું.

ભાજપ ની રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા ફી નિયમન કાયદો બનાવી બાદ માં શાળા સંચાલકો ને મરજી મુજબ ની ફી રૂપે વાલીઓને લૂંટવાનો છુટ્ટો દોર આપવાની નીતિના ભાગ રૂપે નિર્ણય કર્યો છે. તેમજ રાજ્ય ના લાખ્ખો વિદ્યાર્થીના ભવિષ્યઃ સાથે ચેડા કરી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી વિરોધી તેમજ પ્રજા વિરોધી સરકાર ની નીતિઓ છે તેવા આક્ષેપો કર્યા હતા અને ભરૂચ યૂથ કોંગ્રેસ ના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઇ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. જેમાં કાર્યકરો પાંચબત્તી સર્કલ ખાતે પુતળા દહન અને ભારે સૂત્રોચ્ચાર રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને સરકાર ની નીતિ નો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રંસંગે જીલ્લા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન ની આગેવાની માં શહેર ના નગર સેવકો. યુવા આગેવાનો.તાલુકા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ ના કાર્યકરો સહીત મોટી સંખ્યા માં કોંગી અગ્રણીઓ જોડાયા હતા. અને ફી નિયમન મુદ્દે સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(12:34 am IST)