Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

લક્ષ્મીબાગ સોસાયટી વિરમગામ ખાતે ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું

લક્ષ્મીબાગ સોસાયટી વિરમગામ ખાતે ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રવિવારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન કરવામાં આવનાર છે અને ભાજપ દ્વારા મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લક્ષ્મીબાગ સોસાયટી વિરમગામ ખાતે  ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું

 . આ મહિલા સંમેલનમાં વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય  ડૉ. તેજશ્રીબેન પટેલ, અ. મ્યુ ઈશનપુર વોર્ડ ના નવનિયુક્ત કોર્પોરેટર  મોનાબેન રાવલ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી  રક્ષાબેન પરમાર, અમદાવાદ જીલ્લા ભાજપના મંત્રી અને વિરમગામ શહેરના પ્રભારી કિર્તીબેન આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં મહિલા મોરચાના હોદેદારો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:20 pm IST)
  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમાં તથા રાજકોટની ભાગોળે ઓનેસ્ટ સુધી સવારે ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્ના હતા access_time 10:23 am IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST