Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદ કોર્પોરેશનમાં કોîગ્રેસના કાર્યાલયમાં ઓવૈસીની પાર્ટીનું કાર્યાલય બનાવાશેઃ કોîગ્રેસ કાર્યાલયની જગ્યા ઘટાડાશે

અમદાવાદ: જરાતમાં મહાનગરપાલિકામાં ભલે ઓછી સીટ આવી હોય પણ અસુદ્દીન ઔવેસીની પાર્ટી 7 સીટની જીતને ઓછી આંકી શકાય તેમ નથી. અમદાવાદમાં AIMIM પાર્ટીને 7 બેઠક મળવી, એટલે લધુમતી મતદારોનું વલણ બદલાયા તરફ સ્પષ્ટ ઈશારો છે. અમદામાં માત્ર એક સભા કરીને AIMIM એ 7 બેઠક કબજે કરી છે. ત્યારે હવે આ વચ્ચે કોર્પોરેશન ઓફિસ ખાતે AIMIM નું કાર્યાલય બની રહ્યું છે. ચૂંટણીમાં AIMIM ના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલય નાનું કરી AIMIM નું કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે.

AIMIM પાર્ટીએ અમદાવાદમાં ચૂંટણીનું ગણિત બદલ્યું

તો બીજી તરફ અસુદ્દીન ઔવેસી હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે અમદાવાદમાં AIMIM ના જીતેલા ઉમેદવાર સાથે મીટિંગ કરી હતી. તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા. AIMIM ઈફેક્ટ હવે સ્પષ્ટપણે ગુજરાતમાં દેખાઈ રહી છે. AIMIM પાર્ટીએ અમદાવાદમાં ચૂંટણી (local election) નું ગણિત બદલી નાંખ્યું છે. આમ આદમી પાર્ટીને અમદાવાદમાં કોઈ સીટ ન મળી, પણ સામે AIMIM ને 7 સીટ મળી છે. જે કોંગ્રેસ તથા ભાજપ માટે ચેલેન્જિંગ બાબત છે. લઘુમતી વોટ બેંક અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસે હતી, પરંતુ મ્યુનિ.ની ચૂંટણીમાં તેમણે ઓવૈસીનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જોવા મળ્યું છે.

ગોધરામાં અસુદ્દીનની સભામાં જંગી ભીડ

તો ગઈકાલે ગોધરા ખાતે અસુદ્દીન ઔવેસીની જાહેર સભા યોજાઈ હતી. ગત રાત્રે યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. તે તેમની ગુજરાતમાં લોકપ્રિયતા બતાવે છે. સાથે જ ત્યારે આ જંગી જાહેર સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઔવેસીએ સભામાં ભાજપ અને કોંગ્રેસ ઉપર વિવિધ મુદ્દા ટાંકી શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે અમદાવાદમાં પોતાની પાર્ટીને મળેલી જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો. તો સાથે જ કિસાન આંદોલન, પેટ્રોલ ડીઝલ ભાવ વધારો અંગે નિવેદન કર્યા હતા. ઔવેસી સભા પૂર્ણ કરી પરત જવા નીકળ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત જનમેદની સ્ટેજ તરફ ઘસી ગઈ હતી. સુરક્ષાકર્મી અને પોલીસને ઔવેસીના વાહનોના કાફલાને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

(5:02 pm IST)
  • જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમાં તથા રાજકોટની ભાગોળે ઓનેસ્ટ સુધી સવારે ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્ના હતા access_time 10:23 am IST

  • ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મોટો ઘટાડો આવશે : આગામી પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે મોદી સરકાર પ્રતિ લીટર ૪ રૂપિયાનો ફ્યુઅલ ટેક્સમાં ઘટાડો કરે તેવી પૂરી સંભાવના હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. જોકે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં ટૂંક સમયમાં લઈ લેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. access_time 11:29 am IST

  • પ્રયાગરાજમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી -દોડાવીને માર્યા : ધરણા સ્થળ છાવણીમાં તબદીલ :એકાદ ડઝન છાત્રોની અટકાયત :નોકરીની માંગ કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર્યા :ખાલી પડેલા સેંકડો પદોપર ભરતીની માંગ સાથે વિધાર્થીઓ રસ્તા પર ઉતર્યા access_time 12:37 am IST