Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વડોદરામાં ધોળેદિવસે જવેલર્સને ત્યાં દિલધડક લૂંટ: વેપારીને ચાકુનાં ઘા મારી લૂંટ ચાલવી લૂંટારું ફરાર

પાદરા રોડ વિસ્તારનાં મા કૃપા જવેલર્સની ઘટના લૂંટારુંઓ સોના ચાંદીની લૂંટ કરી ભાગી ગયા

 

વડોદરા:શહેરનાં પાદરા રોડ વિસ્તારના માં કૃપા જવેલર્સમાં લૂટની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે

  મળતી માહિતી મુજબ જે.પી.પોલીસ ઘટનાસ્થળે પહોંચતા કાર્યવાહી આગળ હાથ ધરી હતી. લૂંટારુઓએ સોના ચાંદીની લૂટ કરી હતી. વેપારીને ચાંકૂનાં ઘા મારીને લૂંટારુઓએ લૂંટ ચલવી હતી. ત્યારે પોલીસ આગળ લૂંટેરાઓની તપાસ કરી રહી છે.   આ સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ જ હેરાન કરે તેવો છે. આ ઘટનાએ એકવાર ફરી સામાન્ય નાગરિકની સુરક્ષા પર સવાલો ઉભા કરી દીધા છે. વેપારી કે જેને લૂંટારૂઓએ ચાંકુ માર્યુ હતુ તેનુ શરીર લોહીથી ભરાઇ ગયુ હતુ. જો કે વેપારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

(11:40 pm IST)