Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અમદાવાદમા પેરા મેડિકલ ટેક્નિશ્યનોના પ્રશ્નો ઉકેલવા એસો,ની મેયર સમક્ષ માંગણી

તમામ હોસ્પિટલોમાં કાયમી નિમણૂક,પગારની વિસંગતતા, નિયમિત પગાર ભથ્થા મળે તેવી માંગ ઉઠાવાઈ

અમદાવાદમાં પેરામેડિકલ ટેક્નિશિયન એસોસિએશનને પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે મેયર સમક્ષ માંગણી કરી છે એસો,ની પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં મેયર સમક્ષ પોતાની માંગો રજૂ કરી હતી જેમાં અપુરતી મશીનરી તથા વર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને આધુનિક  ટેકનોલોજીના અભાવથી ગુણવત્તા અને ચોક્કસાઈ પૂર્વકની કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી સાથે જ પેરા મેડિકલ ટેક્નિશિયન એસોસિએશનને તમામ હોસ્પિટલોમાં કાયમી નિમણૂક થાય, પગાર વિસંગતતા દૂર  થાય, નિયમિત પગાર ભથ્થા મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેક્નિશિયનને પ્રમોશન અને પોસ્ટિંગ નિયત ધોરણે કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

(8:47 pm IST)