Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ગુજરાતની તાલુકા-જીલ્‍લા પંચાયતોની ચુંટણીમાં પરિણામો બાદ મતભેદઃ મનભેદ સપાટી પર આવ્‍યા : પોલીસ ફરીયાદો પણ થવા પામી

ગાંધીનગર :  ગુજરાતની તાલુકા જીલ્‍લા પંચાયતના પરિણામો બાદ ખાસ કરીને નવા જ સમીકરણો નારાજગી-મતેભદ –મનભેદના કિસ્‍સા બહાર આવતા નવાઇ પાવમ જેવું લાગે છે.

તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીઓના પરિણામ આવતાં અનેક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી.ત્યારે અનેક ઉમેદવારોના કુંટુમ્બીઓમાં મતદાનને લઈને વિખવાદ થવા પામ્યો હતો.થરાદના ડુવા ગામે ચુંટણીના અદાવતને લઈને ભત્રીજાએ કાકા પર હુમલો કરતાં થરાદ પોલીસ મથકે બે વિરૃધ્ધ ફરીયાદ નોધાવી હતી.ત્યારે વાવના ઢેરીયાણા ગામે ગત ચુંટણીને અદાવતને લઈને મારામારી થતાં સામ સામે ફરીયાદ નોધાવા પામી હતી.

થરાદ તાલુકાના ડુવા ગામે ચુંટણીનુ પરિણામ આવતાં ઉમેદવારની હાર થતાં રઘવાયા બનેલા બે ભત્રીજાએાએ તેમના કાકા ભાંણાભાઈ પર વોટ કેમ ના આપ્યા તેમ કહી ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પોહોચાડી હતી.ઈજાગ્રસ્ત ભાંણાભાઈને થરાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી પારૃબેને થરાદ પોલીસ મથકે ભત્રીજા નાગજીભાઈ હીરાભાઈ અને શંકરભાઈ દાંનાભાઈ પટેલ રહે ડુવા વાળા વિરૃધ્ધ ફરીયાદ નોધાવી હતી.ત્યારે ચુંટણીઓના પરિણામ બાદ વાવના ઢેરીયાણા ગામે બે જુથ વચ્ચે મારામારી થતાં સામસામે ફરીયાદ નોધાઈ હતી.

મળતી માહીતી અનુસાર ચુંટણીના પરિણામ આવતાં ઢેરીયાણા ગામે ફટાકડા ફોડવા બાબતે અને મંદિરમાં દર્શન કરવા બાબતે ટાકોર અને પટેલ સામસામે આવી જતાં મારામારી થતાં વાવ પોલીસ મથકે બન્ને પક્ષના શિવાભાઈ પટેલ,નગાભાઈ પટેલ,કલ્પેશભાઈ પટેલ મેવાભાઈ પટેલ,સુરેશભાઈ નાઈ,રતાભાઈ ભાવાભાઈ ઠાકોર,ઈશાભાઈ ઠાકોર,ઉકરડાભાઈ ઠાકોર અને ઈશ્વરભાઈ ઠાકોર એમ નવ વિરૃધ્ધ ફરીયાદ નોધાઈ હતી.આમ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીઓના પરિણામને લઈને અનેક જગ્યાએ મનભેદ જોવા મળ્યા હતા.

(1:17 pm IST)