Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

આણંદના એક તબીબીની કસ્‍તુત હોસ્‍ટિલમાં કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી : માતા બનવી કાઢી મુકી યુવતી ન્‍યાય માટે પોલીસ મથકે પહોંચી

આણંદ : ૧ર વર્ષ પહેલાની સત્‍ય ઘટના છે. અહીં ડો. મિનેષની સરલા પ્રસુતિ ગૃહમાં નયનાબેન પ્રજાપિ નામની યુવતી પ્રેકટીશ કરવા આવતી હતી. ડોકટરને વિશ્વમાં ભગવાનું સ્‍વરૂપ માનવામાં આવે છે. પરંતુ અહીં તેવું ન હતું. ડોકટરને નયનાબેનમાં ઉંડો રસ પડયો. ડોકટર મિનેષ પરણીત હોવાની વાત છુપાવી, નયનાબેન પ્રજાપતિ સાથે સોજીત્રાના દેવા ગામે જઇને પ્રેમલગ્‍ન કરી લીધા હતા.

પ્રેમલગ્‍ન થયા પછી નયનાબેનને ડોકટર વકી એક પુત્ર રત્‍ની પ્રાપ્‍તી થઇ હતી. આ પછી ડોકટરને નયનાબેનમાંથી રસ ઉડી જતા તેને તરછોડી દીધી હતી.

તબીબ મિનેષ ત્રિવેદી દ્વારા નયનાબેન પ્રજાપતિ  સાથે લગ્ન કરી એક બાળકની માતા બનાવી રસ્તે રઝળતી કરી દેવામાં આવી હતી ત્યારબાદ યુવતી છેલ્લા ચાર માસથી આણંદના મહિલા પોલીસ મથક, આણંદ પોલીસ અધિક્ષક કચેરી, આણંદ ટાઉન પોલીસ મથક પોતાને ન્યાય માટે રઝળપાટ કરતી રહી. એક તરફ ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિ કરણના નામે મસમોટી જાહેરાતો તેમજ બંગા ફૂંકવામાં આવતા હોય છે. બીજી તરફ પીડિત મહિલાની કાયદાકીય ન્યાય આપવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે હવે ના છૂટકે યુવતી દ્વારા આત્મહત્યા જેવું પગલું ભરવા જેવી સ્થિતિ નિર્માણ થયા પામી છે.

ચાર ચાર માસથી નયનાબેન પ્રજાપતિઅે પોતાના ડોક્ટર મિનેષ સાથે મેરેજનાં સર્ટી, લગ્નના ફોટોગ્રાફ જેવા અનેક પુરાવા સાથે પીડિતા યુવતી આણંદના મહિલા પોલીસ મથકના ઉચ્‍ચ અધિકારીઓ તેને બેસાડી રાખે છે. અહીં તમારો કેસ નહિ લેવામાં આવે તેવી વાત આણંદ બધા  પોલીસ મથક તેમજ પોલીસ અધિક્ષકની કચેરી પણ પીડિત મહિલાને ધક્કા ખવડાવવામાં વામણી પુરવાર સાબિત થતી જોવા મળી છે. નયનાઅે આણંદ પોલીસ દ્વારા તેની ફરિયાદ સાથે ચેડાં કરી ડોક્ટરના બચાવમાં ફરિયાદ લખાઈ હોવાનું જણાવી રહી છે. ત્‍યારે હવે એ જોવું રહ્યું કે નયનાબેનને ન્‍યાય કયારેય મળશે.  

(12:37 pm IST)