Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મહેસૂલ મંત્રીના હસ્તે ઓપન હાઉસ કાર્યક્રમમાં યુએલસીના વટહુકમ અંતર્ગત લાભાર્થીઓને ૪૧૩૫ હુકમની સનદો આપવામાં આવી : ગણોતધારાની કલમ ૬૩(એએ), જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ (ખ), કલમ ૬૫ તથા ગણોતધારાની કલમ ૪૩ હેઠળના ગ્દછ સહિતના અન્ય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું

Photo  : ULC Ahmedabad

અમદાવાદ:  શહેરના પાલડીના ટાગોર હોલ ખાતે આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના ૨૩મો ઓપન હાઉસનો કાર્યક્રમ યોજાયો હતો. મહેસૂલ મંત્રીના હસ્તે ઓપન હાઉસ કાર્યક્રમમાં યુએલસીના વટહુકમ અંતર્ગત લાભાર્થીઓને ૪૧૩૫ હુકમની સનદો આપવામાં આવી હતી સાથે ગણોતધારાની કલમ ૬૩(એએ), જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ (ખ), કલમ ૬૫ તથા ગણોતધારાની કલમ ૪૩ હેઠળના ગ્દછ સહિતના અન્ય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

 

ઓપન હાઉસ એનએના કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મેહુસલ મંત્રી કૌશીક પટેલે જણાવ્યુ હતુ કે, મહેસૂલને લગતા લાંબા ગાળાના પડતર પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપથી અસરકારક રીતે સંપૂર્ણ પારદર્શિતાથી નિકાલ થતાં લોકોને સાચા અર્થમાં ન્યાયની પ્રતીતિ થઈ રહી છે. રાજ્ય સરકારે નીતિ વિષયક નિર્ણયો લઈ સમયસર સૌને ન્યાય મળે તેની પારદર્શી અને પ્રજાલક્ષી નીતિ અપનાવી વાયદા નહીં પણ ઝડપથી નિકાલની અસરકારક નીતિ અપવાની છે. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, અનેક સૂચિત સોસાયટીઓના મકાન માલિકોને બિલ્ડરોના મેલા મનસૂબાને કારણે મકાનના હક્કથી વંચિત રહેવુ પડતુ હતું પરંતુ રાજ્ય સરકારે કાયદેસરની વાજબી કામગીરી કોઈપણ પ્રકારના વિલંબ વગર ઝડપથી પૂરી થાય તેવા અભિગમલક્ષી નિર્ણયને કારણે આજે મકાન માલિકોને પોતાના મકાનના હક્ક હાથોહાથ જાહેર કાર્યક્રમ દ્વારા અપાઈ રહ્યાં છે. આનાથી મોટી પારદર્શિતા કઈ હોઈ શકે.

મહેસૂલ મંત્રીએ પ્રહલાદનગર ખાતે નિર્માણ પામેલા વર્ગ-૧ અને ૨ અધિકારીઓ માટે બનેલા ડી અને ઈ ક્લાસના ક્વાટર્સનું લોકાર્પણ કર્યુ હતુ. તેમણે સૂચિત સોસાયટી એપનું લોન્ચિંગ પણ કર્યુ હતુ. હવે અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશે. પીપળજ ચાવડીનું ઓનલાઈન લોકાર્પણ કર્યુ હતુ.

(11:43 am IST)