Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સુરતના અેન્જિયનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓની કમાલઃ બાયોગેસથી દોડતી બાઇકનું સંશોધનઃ ૭પ કિ.મી.ની અેવરેજ

ફોટોઃ સુરત બાઇક સ્ટુડન્ટસ બાયોગેસ

સુરતઃ ઓટો અેન્જિનિયરીંગ ક્ષેત્રે અવારનવાર નવા-નવા સંશોધન થતા રહે છે. ત્‍યારે પરંપરાગત પેટ્રોલ-ડિઝલના ઇંધણના બદલે બિનપરંપરાગત બાયોગેસનો ઇંધણ તરીકે ઉપયોગ કરીને તેના દ્વારા બાઇક ચલાવવાની શોધ સુરત અેન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓઅે કરી છે.

8 મહિનાની મહેનતના અંતે 6 વિદ્યાર્થીઓએ ફ્યુઅલ તરીકે બાયોગેસ પર ચાલતી બાઇકનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કર્યો  છે અને આગામી દિવસોમાં તેઓ બાયોગેસ દ્વારા કાર પણ ચલાવવાના છે. 

વધતું જતું પ્રદુષણ અને વધતા જતા ફ્યુઅલના ભાવોના કારણે લોકો ખૂબ પરેશાન છે. સાથે જ સામાન્ય માનવી કે જે મધ્યમવર્ગનો છે. એના માટે પેટ્રોલના વધતા ભાવો ખૂબ જ અસહ્ય છે. જેથી અમે એવું કંઇક બનાવવા માંગતા હતા જે મધ્યમવર્ગના લોકોને ફાયદાકારક હોય. જેથી અમે બાયોગેસ પર બાઇક ચલાવી શકાય તેવો પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું. મિકેનીકલના થર્ડ યરના વિદ્યાર્થી જશ વાસણવાલાએ જણાવ્યું કે, ૮ મહિનાની મહેનતના અંતે  અમે તે બાઇક બનાવી પણ છે. 

પ્રોજેક્ટમાં તેની સાથે અન્ય વિદ્યાર્થીઓ શિવમ રાવલ, અનમોલ ત્રિવેદી, રાહુલ રાઠોડ, સચિન સોજીત્રા અને રાજવીરસિંહ પરમાર હતા. વિદ્યાર્થીઓએ સાગર ઘેલાણી અને રઇશ પટેલના માર્ગદર્શનમાં આ પ્રોજેક્ટ પુર્ણ કર્યો છે. વિદ્યાર્થીઓએ કહયું કે, બાયોગેસ એ ૯૦ ટકા શુદ્ધ છે. એમાં રહેલા મિથેનના કારણે બાઇકને એનર્જી મળે છે. બાયોગેસ પર બાઇક  ચલાવવામાં આવે તો પેટ્રોલની સરખામણીમાં વધુ એવરેજ મળે છે. પેટ્રોલમાં ૪૧ કિમિ એલપીજીમાં ૬૦ કિમી જ્યારે બાયોગેસમાં ૭૨ કિમીની એવરેજ મળે છે. આગામી સમયમાં અમે બાયોગેસથી કાર દોડાવવાનો પ્રોજેક્ટ પણ કરીશું.

(5:02 pm IST)