Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ડીવાયએસપી કામરિયા અને એડીજીપી શમશેરસિંઘ સહિત રાજ્યના 19 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન

અમદાવાદ : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ મેડલની જાહેરાત કરાઈ છે. કાલે પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાશે. ભારત સરકાર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રેસિડન્ટ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી  એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવે અને સીઆઈડી ક્રાઈમ) શમશેરસિંઘ અને સાણંદ ડીવિઝનના DYSP કે.ટી. કામરિયાને સન્માનિત કરવામાં આવશે. આ સિવાય 17 પોલીસ કર્મીઓને પણ પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવશે.

કયા કયા પોલીસ જવાનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન

- અજય પ્રવીણસિંહ જાડેજા(DYSP, જામનગર શહેર)
- જય કુમાર કાંતિલાલ પંડ્યા(ACP, પોલીસ કન્ટ્રોલરૂમ, સુરત કમિશનર ઓફિસ)
- શિવભદ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા(DSP, નવસારી)
- અયુબખાન ઘાસુરા( DY.S.P., S.R.P.F)
- ચંદ્રકાંત પટેલ (DY.S.P., S.R.P.F, ગોધરા)
- બહાદુરસિંહ ચુડાસમા( DY.S.P., SP, ગાંધીનગર)
- અજય તળાજીયા( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ)
- રિતેશ હસમુખભાઈ પટેલ ( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ)
- રાકેશ કુમાર રામ શંકર તિવારી(હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ)
- જગતસિંહ બળવંતસિંહ ચાવડા ( હેડ કોન્સ્ટેબલ, અમંદાવાદ
- રાજેન્દ્રસિંહ જેરામભાઈ રાઠોડ ઇન્ટલિજન્સ, ગાંધીનગર
સહિત 19 પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.                

(7:56 pm IST)