Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આર્મીમાં ફરજ બજાવતા પતિની અંતિમક્રિયામાં ભાગ લેવા પત્નીએ હેલ્પલાઈનના દ્વાર ખખડાવ્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગોધરા પાસેના એક ગામમાંથી એક મહિલાનો હેલ્પલાઈન પર ફોન આવેલ કે તેના પતિનું અવસાન થયું છે અને તેમની અંતેષ્ટિમા મારી સાસરીયા વાળા ભાગ લેવા દેતા નથી મારા પતિના અંતિમ સંસ્કારમા મારે જવુ છે જે માટે 181અભયમ મહિલા હેલ્પલાઇનમા ફોન કરતા ગોધરા અભયમ રેસ્ક્યુ વાને મહિલાના સાસરીયા ઓને સમજાવી અંતેષ્ટિમા સામેલ કરવામાં સફળતા મેળવી હતી.

  આ મહિલાના મહિલાના પતિ આર્મીમા ફરજ બજાવતા હતા જેમણે સંતાન ન હોવાથી બંને પતિપત્ની વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા છેલ્લા એક વર્ષથી મહિલા તેમના પિયરમા રહેતા હતા. ટૂંકી માંદગી બાદ પતિનું મૃત્યુ થતા મહિલા તેના માતા પિતા સાથે સાસરીયામાં આવતા તેના સાસરિયાઓ એ તેની સાથે ઝગડો કરી તેને કાઢી મુકતા મહિલા એ અભયમને જાણ કરી કે પોતાના પતિની અંતિમ વિધિમા સામેલ થવા મદદ કરવા વિનતી કરી હતી,

   અભયમ ટીમ સાસરીમા પહોંચી ત્યારે વાતાવરણ તંગ હતું જેથી સમય સુચકતા વાપરી અભયમ ઘ્વારા પોલીસ કન્ટ્રોલ મા જાણ કરી પોલીસ બોલાવવામાં આવી ત્યાર બાદ સાસરિયા સાથે વાત કરી મહિલાને પતિની અંતિમ વિધિમા ભાગ લેવા દીધો હતો. ત્યારબાદ મહિલાએ જણાવેલ કે પોતાના પતિની મિલ્કત પડાવી લેવા મારા સાસરી વાળા એ આયોજન કરી મારા પતિ બીમાર પડ્યા તેની જાણ પણ મને કરી નથી અભયમ ટીમે તેમને આશ્વાસન આપી કાયદાકીય માર્ગદર્શન આપ્યું કે પતિનું પેન્શન તથા તેમની સ્થાવર, જંગમ મિલ્કતમા તે કાયદેસર વારસદાર છે અને સાસરીમા પણ રહી શકે છે આ માટેની જરૂરી કાર્યવાહી કરવા માહિતી આપી જેથી મહિલા એ અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.

(5:15 pm IST)