Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરતની અદાલતે 26.68 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને વધુ એકવાર જેલકસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો

સુરત: શહેરમાં રૃ.26.68 લાખના ચેક રીટર્નના ત્રણ કેસોની કાર્યવાહીને વિલંબમાં મુકવાના પ્રયાસો બદલ આજે કોર્ટે આરોપીને વધુ એકવાર જેલકસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હોવાની વિગતો સાંપડી છે.

સાયણના સરદાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ભક્તિનંદન ટેક્ષટાઈલના મેનેજર તથા પાવરદાર ઘનશ્યામ ગોવિંદ પટેલે રીંગરોડ સ્થિત અન્નપુર્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં જય ખોડીયાર તથા મન ક્રિએશનના નામે ધંધો કરતાં આરોપી સંચાલક વિજય ઘનશ્યામ પટેલને વર્ષ-2017માં કુલ રૃ.30.16 લાખનો ઉધાર ગ્રે કાપડનો જથ્થો વેચાણ આપ્યો હતો.જેના પાર્ટ પેમેન્ટ બાદ આરોપીએ આપેલા રૃ.26.68 લાખના ત્રણ ચેક રીટર્ન થતાં ફરિયાદી ઘનશ્યામ પટેલે નરેશ ગોહીલ મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

(4:49 pm IST)