Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમદાવાદમાં મધ્ય રાત્રીએ રીક્ષામાં પેસેંજરોનો લૂંટવાના બનાવમાં ભરખમ વધારો: ચાલુ રિક્ષાએ છરીની અણુએ લૂંટ ચાલવતા ટોળકીને પોલીસે રંગે હાથે ઝડપી પાડી

અમદાવાદ: શહેરમાં મોડી રાતે શટલ રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે.  અમરાઇવાડીમાં રહેતો યુવક વિશાલા સર્કલથી રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે શાસ્ત્રીનગર બ્રિજ નીચે છરીની અણીએ લૂંટવાનો પ્રયાસ કર્યા હતો આ સમયે પોલીસ આવી પહેચતાં પાંચ શખ્સો ઝડપાયા હતા.

આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડીમાં રબારી કોલોની ખાતે રહેતા અને જીયો ટાવરમાં ઇલેકટ્રીકનું કામ કરતા દિનેશભાઇ રામપ્રસાદ શાક્ય ( ઉ.વ.૩૪)  તા.૨૨ના રોજ ધંધુકાથી આવ્યા હતા અને વિશાલા સર્કલ પાસેથી શટલ રિક્ષામાં બેસીને જઇ રહ્યા હતા આ સમયે રિક્ષા ચાલકે રિક્ષા શાસ્ત્રીનગર બ્રિજ નીચે હંકારી મૂકી હતી. 

(4:44 pm IST)