Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દેશનું સૌથી મોટુ મેકસ ફેશનનું સ્ટોર હવે અમદાવાદમા

અમદાવાદઃ મેકસ ફેશન જે આજે ભારતીય પરિવારો માટે અમદાવાદમાંં પાંચમો સ્ટોરનું અનાવરણપ કરી પોતાનું વ્યાપમાં વુધ્ધી કર્યું મીઠાખળી છ રસ્તા ઉપર આવેલા આ અમદાવાદ શહેરનું પાંચમો સ્ટોરનું અનાવરણ જાણીતા ગુજરાતી ફિલ્મ જગતના કલાકાર મલ્હાર ઠાકર અને મેકસ ફેશનના (avp-west) શ્રી દેવેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું. ૧૬ હજાર સ્કેવેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો આ સ્ટોર હવે ભારત દેશમાં મેકસ ફેશનનું સૌથી મોટુ અને મુખ્ય સ્ટોર્સમાં ગણાશે. મેન્સવેર, વુમન્સવેર, કિડસવેર, ફુટવેર હોય કે એસેસરીઝ આ સ્ટોરમાં બધુ નવીનતમ વસંત સંગ્રહનું ફેશન સામ્રગી હવેથી આ એક છત હેઠળ મળી રહેશે.

રૂ.૫૯૯નાં સંગ્રહમાં ૩ હજારથી વધુ ફેશન રેલીઓનો સમાવેશ થાય છે. મેકસફેશનની સફળતા વિશેે જણાવ્યું કે ''avp-west શ્રી દેવેશ કુમારે મેકસ ફેશનની સફળતા વિશે જણાવ્યું કે ''અમે અમદાવાદમાં અમારો પાંચમો સ્ટોર લોંચ કરી બહુ ઉત્સાહીત છીએ. આ અમારા માટે ગર્વની વાત છે. કે ભારતનું સૌથી મોટુ મેકસ ફેશન સ્ટોર હવે મીઠાખળી ૬ રસ્તા અમદાવાદ ખાતે છે. ''મેકસ ફેશનના ઉદ્ઘાટન વખતે જાણીતા સ્ટાર મલ્હાર ઠાકરએ જણાવ્યું કે'' આ ખરેખર એક અદભૂત અનુભવે છેે કે આ સ્ટોરમાં મેકસ ફેશનએ પરિવારની દરેક સભ્યો માટે દરેક જાતના આંતરરાષ્ટ્રીય સ્તરના ફેશન સ્ટાઇલ્સને આવકારી લીધા હોવાનું જણાવાયું છે.

(3:57 pm IST)