Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રાષ્ટ્રના પ્રજાસત્તાક દિન નિમિતે ગુજરાતના સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાત સરકારે સમાજના પ્રત્યેક વર્ગનો સમતોલ અને સમગ્રતયા વિકાસ કરવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે

રાજકોટ તા.૨૫: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના ૭૧મા ગણતંત્ર દિનના ગૌરવમય અવસરે રાજયના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

રાજયપાલશ્રીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, આજે આપણો દેશ પ્રગતિના પથ પર તેજ ગતિથી આગળ વધી રહ્યો ત્યારે ''સૌનો સાથ, સૌનો વિકાસ'' ના કર્મ મંત્ર સાથે રાષ્ટ્ર અને રાજયની અવિરત વિકાસ યાત્રામાં સૌ નાગરિકો જોડાઇ મહત્વનું યોગદાન આપવા પ્રતિબધ્ધ બને.

રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે સૌના સહિયારા પ્રયાસોથી કલ્યાણ રાજયની સ્થાપના કરવાની દિશામાં નક્કર કદમ ઉઠાવ્યા છે. રાજય સરકારે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના પાયા પર સમતોલ અને સમગ્રતયા વિકાસ કરવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે.

આજે દેશ પ્રગતિના પંથે ઝડપભેર આગળ વધી રહ્યો છે, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતા રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે સરકારની સર્વસમાવેશક સર્વાગી વિકાસનીતિને કારણે સ્વરાજ મળ્યા બાદ સુરાજયની પ્રતીતિ સૌ કોઇને થઇ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સુરાજય અને સુશાસનના સમન્વયની જન-જન ને અનુભુતિ થઇ રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પારદર્શક અને પ્રામાણીક શાસનની પરંપરાને આગળ ધપાવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. 

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું  હતુ કે કોઇ પણ રાષ્ટ્ર કે પ્રદેશનો વિકાસ મહદ અંશે  પરીબળો પર આધારીત હોય છે. દ્રઢ રાજકીય ઇચ્છાશકિત, સાતત્યપુર્ણ નેતૃત્વ અને જનશકિતના સાક્ષાત્કારના ત્રણ પાયા ઉપર વિકાસની મજબુત ઇમારત રચાતી હોય છે. ગુજરાતે આ ત્રણેય આયામોને આત્મસાત કર્યા છે. છેલ્લા એ વર્ષના સમયગાળામાં ગુજરાતે જનહિતની નવતર ઉંચાઇ હાંસીલ કરી છે. ગુજરાત સરકારે રાજયના સર્વાગી વિકાસ માટે સતત ચિંતન અને મંથન કર્યુ છે. જના પરીણામ સ્વરૂપ ગુજરાતે આજે કૃષી ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રે સમગ્ર દેશમાં ઉડીને આંખે વળગે એવો વિકાસ કર્યો છે. સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને સાચા અર્થમાં આ પ્રગતીશીલ સરકારે સાકાર કર્યુ છે.

રાજયપાલશ્રીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવવા નિષ્ઠાપુર્વક સમર્પિત થવા આ પ્રસંગે સૌને હાર્દિક અનુરોધ કર્યો છે

(3:44 pm IST)