Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દિયોદર સેશન્સ કોર્ટે છેડતી કેસમાં બે શખ્શોને ત્રણ વર્ષની સજા પાંચ હજારનો દંડનો ફટકાર્યો

શાળાએ ભણવા જતી છોકરીની તળાવની પાળ નજીક ભરત અને બકાભાઇએ મોબાઇલમાં ફોટા પાડી છેડતી કરી હતી

દિયોદર સેશન્સ કોર્ટે ૨૦૧૭ના છેડતીના કેસમાં બે ઇસમોને ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ૨૦૧૭માં ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરાના પરિવારજનોએ બે શખ્શો વિરૂધ્ધ છેડતીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો છે.

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સગીરા સાથે બે ઇસમોએ ૨૦૧૭માં છેડતી કરી હતી. જે બાબતે સગીરાના પરિવારજનોએ ૭/૧/૨૦૧૭ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, શાળાએ ભણવા જતી વેળાએ ગામના તળાવની પાળ નજીક ભરત અને બકાભાઇએ મોબાઇલમાં ફોટા પાડી છેડતી કરી હતી. આ સાથે આંખના ઇશારે બદઇરાદાથી ઇજ્જત લેવા પાછળ-પાછળ આવ્યા હતા. ભાભર પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં બંનેને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારાયો છે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી વકીલ વી.ડી.ઠાકોરની ધારદાર દલીલોને અંતે તમામ પુરાવાઓ આરોપીઓનો ગુનો સાબિત કરતા હોઇ જજે ચુકાદો સંભાળાવ્યો હતો. એડિશનલ સેશન્સ કોર્ટમાં જે.એન.ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી જતાં ભરત મશાભાઇ દલિત અને બકાભાઈ મફાભાઈ વાદી બંને આરોપીઓને ઇપીકો કલમ ૩૫૪ ઝ્રડ્ઢના ગુન્હામાં ત્રણ વર્ષની સજા અને પોસ્કો એકટની કલમ-૮ના ગુન્હામાં બન્ને આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

(2:09 pm IST)