Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ડીસાની મધ્યમાં ઓવરબ્રિજ મામલે વેપારીઓનો વિરોધ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ

ઓવરબ્રિજ બનવાના કારણે તેમના વેપાર ધંધા પર અસર પડશે અને તેઓ બેકાર બનશે

ડીસા : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હાલમાં હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ડીસા બજારમા પેચિદી બનેલી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ એક વધુ ઓવરબ્રિજને મંજુરી આપી છે. જે ઓવરબ્રિજ જલારામ મંદિરથી એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ સુધી આકાર પામનાર છે. જેનું કામ પણ આગામી સમયમાં શરૂ થનાર છે ત્યારે મુખ્ય બજારમાં બનનાર આ ઓવરબ્રિજનો અત્યારથી વિરોધ પણ સ્થાનિક વેપારીઓ દ્વારા થઈ રહ્યો છે

 ડીસા સરદારબાગ તેમજ શિવાલીક શોપિંગ સેન્ટરના વેપારીઓ એકઠા મળી પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ઓવરબ્રિજ બનવાના કારણે તેમના વેપાર ધંધા પર અસર પડશે અને તેઓ બેકાર બનશે. આવી રજુઆત સાથે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઓવરબ્રિજ ન બને તેવી રજુઆત કરી હતી.

(2:06 pm IST)