Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ખેડૂતો ચિંતિત : ફરી વરસાદ થવા માટેની આગાહી કરાઈ

શિયાળા પાકને વધુ નુકસાન થવાની દહેશત : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના : અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ

અમદાવાદ, તા.૨૫ : અમદાવાદ સહિત ગુજરાતમાં આજે મોટાભાગે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જો કે, ઠંડીમાં આંશિકરીતે લોકોને રાહત થઇ છે. કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી નથી. બીજી બાજુ લઘુત્તમ તાપમાનમાં પણ એકાએક ફેરફારની સ્થિતિ જોવા મળી છે. ગુજરાતના ખેડૂતો પર એક પછી એક આફતો આવી રહી છે. ખેડૂતો પર હવે વધુ એક ચિંતા દેખાઈ રહી છે. કારણ કે, હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે જેમાં રાજકોટ, પોરબંદર અને દ્વારકાના આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના વડોદરામાં પણ હળવો વરસાદ થઇ શકે છે. જામનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

          ખેડૂતો પહેલાથી પરેશાન થયેલા છે ત્યારે તેમના પાકને વરસાદના કારણે વધુ નુકસાન થઇ શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨. રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ત્યારબાદ ફરી એકવાર ઠંડીનો સપાટો રહેશે અને લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઘટશે. આજે અમદાવાદમાં પારો ૧૨., ડિસામાં ૧૧., ગાંધીનગરમાં ૧૧., વડોદરામાં ૧૪, નલિયામાં ૧૦. ડિગ્રી રહ્યો હતો. એકંદરે રાજ્યના અનેક ભાગોમાં પારો આજે પણ ૧૦થી ૧૪ની વચ્ચે રહ્યો હતો પરંતુ સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. તાપમાનમાં હજુ આગામી દિવસોમાં ઘટાડો થવાની આગાહી અકબંધ રાખવામાં આવી છે પરંતુ કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરાઈ નથી.

          ૧૫મી જાન્યુઆરી બાદ ઠંડીમાં સામાન્યરીતે ઘટાડાની શરૂઆત થઇ જાય છે. તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ  દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હાલમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ખેડૂતોને ભારે નુકસાન થઇ ચુક્યું છે.

          હવે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. કમોસમી વરસાદના લીધે ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન વધીને ૧૨. ડિગ્રી રહ્યું હતું.અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી ઠંડા પવનો ફુંકાયા હતા. વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૧૫ ડિગ્રી રહી શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૨.

ડિસા

૧૧.

ગાંધીનગર

૧૧.

વડોદરા

૧૪

સુરત

૧૬.

પોરબંદર

૧૫.

રાજકોટ

૧૬

સુરેન્દ્રનગર

૧૫.

મહુવા

૧૪.

ભુજ

૧૪.

નલિયા

૧૦.

કંડલા પોર્ટ

૧૩.

કંડલા એરપોર્ટ

૧૩.

(8:55 pm IST)