Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કોંગ્રેસના મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહની સરકારી કામગીરી સામે નારાજગી : અધિકારીઓએ કામ નહિ કરતા હોવાનો આક્ષેપ

ખેડા જિલ્લામાં બાળ મૃત્યુદર અને કુપોષણ વધ્યું : લાખોની ગ્રાન્ટ ચાઉં થઇ ગયાનો આરોપ

અમદાવાદ : ભાજપ બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ પણ સરકારી અધિકારીઓ સામે નારાજગીનો સુર પુરાવ્યો છે. ખેડાના મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ સરકારી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક કલેકટર આશ્વાસન ન આપે ત્યાં સુધી સરકારી અધિકારીઓ કોઈ કામગીરી કરતા ન હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે.

મહુધાના ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે કે, જિલ્લા સંકલન સમિતિમાં પ્રજાના પ્રશ્નોને ન્યાય મળતો નથી અને ભ્રષ્ટાચારીઓને જિલ્લા તંત્ર છાવરે છે. ખેડા જિલ્લામાં બાળ મૃત્યુદર અને કુપોષણ વધ્યું છે. સરકાર દ્વારા આપતા લાખો રૂપિયાની ગ્રાન્ટ કયા અધિકારી અને વચેટિયાઓ ચાઉં કરી જાય છે તે પરત્વે ઢાંકપિછોળો કરવામાં આવી રહ્યો છે.

(9:51 pm IST)