Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

માર્ચમાં આહવામાં ગ્રામિણ ઓલિમ્પિક રમતોત્સવ થશે

૨૯મી ફેબ્રુઆરી સુધી ફોર્મ સ્વિકારાશે

અમદાવાદ,તા.૨૪ : ડાંગ જિલ્લાના આહવા ખાતે માર્ચ-૨૦૨૦માં ડાંગ-દરબાર લોકમેળામાં અગિયારમા ગ્રામીણ ઓલમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અગિયારમા ગ્રામીણ ઓલમ્પિકમાં વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાઇઓ માટે ૮૦ મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ઊંચી કૂદ, લાંબી દોડ, રસ્સા ખેંચ, કબડ્ડી, વોલીબોલ, કુસ્તી, લંગડી, તિરંદાજી અને ગિલ્લોલ તથા  બેહનો માટે ૮૦  મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ઊંચી કૂદ, તિરંદાજી અને ખો-ખો જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિજેતા ખેલાડીઓને ઇનામ તરીકે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ગ્રામીણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છુક રમતવીરો અને જિલ્લા (ગ્રામ્ય)ની ટીમો એન્ટ્રી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી મેળવી શકશે. એન્ટ્રી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૨૯ ફેબ્રુઆરી-૨૦૨૦ છે. રમતવીરોએ વધુ માહિતી માટે શ્રી વિરલ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી, ચદ્રભાગા સ્મૃતિ, આઇટીઆઇ પાસે, આહવા-ડાંગ-૩૯૪૭૧૦, મોબાઇલ નંબરઃ ૯૮૯૮૨૭૯૪૪૯ ઉપર સંપર્ક કરી શકશે તેમ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(8:46 pm IST)