Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમદાવાદના થલતેજમાં કર્ણાવતી ક્લ્બમાં મેમ્બરશિપ ધરાવતી મહિલાએ નજીવી બાબતે ભાભીને ગડદાપાટુનો ઢોરમાર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત: પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ: શહેરના થલતેજમાં રહેતી અને કર્ણાવતી ક્લબમાં મેમ્બરશીપ ધરાવતી મહિલા મિટીંગ માટે કર્ણાવતી ક્લબ ગઈ ત્યારે તેની નણંદે અમારા ફોટા કેમ પાડે છે કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં નણંદ અને તેના બે સંતાનોએ તેને ગડદાપાટુ અને ફેટોનો ઢોર માર માર્યો હતો. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.     

આ બનાવની વિગત મુજબ થલતેજમાં સુરધારા સર્કલ પાસે મણીચંદ્ર સોસાયટી વિભાગ-૩માં રહેતા વૈશાલીબહેન બી.પટેલ (૪૪) ઘરેથી જ ડિઝાઈનર સ્ટુડીયોનો વ્યવસાય કરે છે.તેમના પતિનું પોણા બે વર્ષ અગાઉ અવસાન થયું હતું. 

(5:11 pm IST)