Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગુજરાત ભાજપના મોભીઓને દિલ્હીમાં ચૂંટણીની જવાબદારી

રૂપાલા, માંડવિયા, બ્રહ્મભટ્ટ, પાટિલ, શંકર ચૌધરી વગેરેના ધામાઃ રૂપાણી-નીતિન પટેલ પણ પ્રચારમાં જશે

રાજકોટ, તા. ૨૪ :. દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી પસંદગીના આગેવાનોને ભાજપ દ્વારા પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં પ્રચારમાં જનાર છે. તે પૂર્વે પાંચ આગેવાનોને મતદાનના દિવસ સુધી દિલ્હીમાં જ રોકાવા જણાવી દેવામાં આવ્યુ છે. જે આગેવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે તેમા બે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો સમાવેશ થાય છે.

(4:38 pm IST)