Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો,ના બંધારણમાં સુધારો કરવા મામલે ક્રિકેટર નિખિલ રાઠોડની હાઇકોર્ટમાં અરજી

BCCI, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો,અને ચેરિટી કમિશનરને નોટિસ મોકલી ત્રણ સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ

 

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો,ના બંધારણમાં સુધારા સહિતના મામલે ક્રિકેટર નિખિલ રાઠોડે કરેલી અરજીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ચેરીટી કમિશનરને નોટિસ ઇસ્યૂ કરી છે. અને આગામી સુનાવણીમાં જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામા આવી છે. જેમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ અને જસ્ટીસ લોઢા સમિતિએ કરેલી ભલામણો બાદ પણ ખરા ક્રિકેટર્સ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કોઈ કાર્યવાહી  થતી નથી તેમજ ક્રિકેટર્સને થતા અન્યાયનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે.

 રણજી પ્લેયર તેમજ જુનિયર વર્લ્ડ કપ રમેલા ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં કરવામા આવેલ અરજીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બંધારણમા સુધારો કરવામાં આવે તેમજ ક્રિકેટર્સ તેમજ ક્રિકેટના ફેન્સ માટે એસોસીએશનની મેમ્બરશીપ ખુલ્લી કરવામાં આવે માંગણી કરાઈ છે. હાઈકોર્ટે બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમજ ચેરીટી કમિશનરને નોટિસ ઇસ્યુ કરી જવાબ માંગ્યો છે. કેસમાં હવે વધુ સુનાવણી 3 અઠવાડીયા બાદ હાથ ધરાશે.

(8:55 am IST)