Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજપીપળા જીલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા કક્ષાની ખૂબજ અગત્યની દિશા મિટીંગ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત કચેરી,રાજપીપળા ખાતે દિશા મિટિંગ યોજાઈ જેમાં નર્મદા જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ સુરક્ષા,સમાજ કલ્યાણ મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા તથા વાસ્મો, વન વિભાગ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, રાજપીપલા નગર પાલિકા, જિલ્લા પંચાયત સિંચાઇ,દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,નેહરુ યુવા કેન્દ્ર,લીડ બેંક નોડલ અધિકારી વગેરે તમામ વિભાગના જિલ્લાના અધિકારીઓ સાથે તેમના વિભાગના લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી.
આ બેઠકમાં ભાજપ સાંસદ માનસુભભાઈ વસાવા સાથે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા,ધારા સભ્ય પી.ડી.વસાવા તેમજ સંસ્થાના પ્રતિનિધિ ઘનશ્યામ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(10:51 pm IST)