Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

નર્મદા જિલ્લામાં બુધવારે 6 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1728 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે 06 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના દરબાર રોડ-1,દોલત બજાર-3,નાંદોદ તાલુકાના વડિયા- 1, તિલકવાડા-1 દર્દી સાથે જિલ્લામાં 6 દર્દી પોજેટિવ નોંધાયો છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 5 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 21 દર્દી દાખલ છે.આજે 12દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે,આજદિન સુધી જિલ્લા માં કુલ 1686 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે .જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1728 પર પહોચ્યો છે.આજે વધુ 351 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:42 pm IST)