Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિકતા શું? ભાજપના સાંસદ કહે છે આખી દુનિયાને ખબર છે!

મનસુખ વસાવાનું વધુ એક વિવાદાસ્પદ વિધાનઃ સરકાર પર નિશાન

અમદાવાદ, તા.૨૪: ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિકતાથી કોઈ અજાણ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભલે કહેતા હોય કે ગુજરાતમાં દારૂ નથી મળતો પરંતું ભરૂચના સાંસદે રાજયમાં દારૂ વેચાતો હોવાનો ખુલાસો કરતા ચકચાર મચી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં દારૂ પિવાય છે.

ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનો રાજપીપળા ટાઉનહોલ ખાતે પ્લાસ્ટિક મુકત ભારતના કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું હતુ કે ગુજરાતમાં દારૂ મળે છે? જેના જવાબમાં વસાવાએ જણાવ્યું હતુ કે, આખી દુનિયાને ખબર છે હવે હું ના પાડુ તો કેવું લાગે? આ સિવાય તેમણે ઈંગ્લીશ દારૂ કેમિકલવાળો હોય છે અને શરીર માટે હાનીકારક છે તો વળી ગાંજાનો ઉલ્લેખ પણ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પ્લાસ્ટીકની પોટલીઓનો ઉલ્લેખ કરતા દેશી દારૂનો પણ ઉલ્લેખ કરી લીધો હતો.

(11:39 am IST)