Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં આવતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો

અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય : પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી

ગાંધીનગર,તા.૨૪ : અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, સવારે ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે ૧૦ થી ૬ સુધી જ છૂટછાટ આપવામાં આવી છે. જાહેરનામા મુજબ, અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાનો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. જેથી લાઈટ મોટર વ્હીકલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન ૭૫૦૦ કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે ૮ થી રાત્રે ૯ વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

          શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી ૩૩ સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે. સુભાષ બ્રિજ આરટીઓ કચેરીના કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચિમન ભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે. સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા ૧૩૨ ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવરજવર કરી શકાશે. વસ્ત્રાલ આરટીઓ કચેરીના કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ ફક્ત આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે. આ સાથે જ આ જાહેરનામા અંતર્ગત જીવનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે, દૂધ-શાકભાજી, ફ્રુટ, પેટ્રોલ-ડીઝલના વાહનોને ઉપરના રુટ પર સવારે ૯ થી બપોરે ૧ અને સાંજના ૪ થી ૯ સિવાયના સમયગાળામાં આવવા જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.

(7:54 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST

  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST