Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

રાજસ્થાનથી દારૂ લઈને આવતા અમદાવાદના બે આરોપીઓ શામળાજી ચેકપોસ્ટ પાસેથી ઝડપાયા

આરોપીઓ હુસેનબક્ષ શેખ અને મહંમદસલમાન શેખ બંને અમદવાદના ગોમતીપુરના રેહવાસી

ગાંધીનગર: રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લઈને આવતા ગોમતીપુર, અમદાવાદના કરતા બે આરોપીને પોલીસે સ્વીફ્ટ કાર સાથે દારૂની ૨૦૪ બોટલો સાથે ઝડપી લીધા છે.

 જાણવા મળ્યા મુજબ આજે બપોરે શામળાજી શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર અને શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અણસોલ ગામની સીમમાં રાજસ્થાનના વિછીવાડાથી શામળાજી તરફ આવતા માર્ગ પર કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન પોલીસે અમદાવાદના ૨ આરોપીઓને ૬૧,૦૦૦ ના દારૂ સાથે ઝડપી પાડ્યા છે.

    આરોપીઓ હુસેનબક્ષ શેખ અને મહંમદસલમાન શેખ બંને અમદવાદના ગોમતીપુરના રેહવાસી છે અને તેઓ સ્વીફ્ટ ગાડીમાં પરમીટ વગરનો વિદેશ બ્રાંડનો દારૂ લઈને રાજસ્થાનથી ગુજરાતમાં શામળાજી ચેક પોસ્ટ રહીને ઘૂસવાનો પ્રયત્ન કરતાં હતા અને પોલીસે ચેકિંગમાં જ ઝડપી પાડ્યા હતા અને પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે રી. ૬૧,૨૦૦ના દારૂ, અને ૩ લાખની કિંમતની ગાડી મળીને કુલ. ૩,૭૧,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

  આ અગાઉ ગઈ કાલે જ અરવલ્લી જિલ્લા પોલીસે શામળાજી બોર્ડરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતાં ટ્રક ચાલકનની દારૂ સહીતના 27 લાખના મુદ્દામાલ સાથે ધડપકડ કરી હતી.

(9:24 pm IST)