Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું :ચાલકની અટકાયત :47 લાખનો મુદામાલ જપ્ત

વાહનોની ચકાસણી દરમ્યાન રાજસ્થાન તરફથી આવતા હરીયાણા પાસીંગના કન્ટેનમાં જથ્થો ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અમીરગઢ તાલુકામાં ગુજરાત અને રાજસ્થાનને જાડતી આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ આવેલી છે. જે સંવેદનશીલ બોર્ડરેથી બિનઅધિકૃત ચીજાની હેરાફેરી અને ઘુસણખોરી રોકવા રાત દિવસ આવન-જાવન કરતા વાહનોની ચકાસણી કરવામાં આવે છે.

  વહેલી સવારે વાહનોની ચકાસણી દરમ્યાન રાજસ્થાન તરફથી આવતા હરીયાણા પાસીંગના કન્ટેનર (નં. એચઆર૪૭ સી ૦૮૮૦) ની શકના આધારે સિલ તોડી તપાસ હાથ ધરી હતી. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની ૧૦૧૬૮ બોટલ (કિમત રૂ. ૪૧,૪૭,૦૦૦) મળી આવ્યો હતો. તેથી પોલીસે વિદેશી દારૂ અને બિયર સાથે કન્ટેનર (કિંમત રૂ. ૪૭,૩૦૮૮૦) કબ્જે લઈ કન્ટેનર ચાલક દિનેશ સુલતાનસિંહ (રહે.કહોડા તા. બહેરૂર જિ. અલવર) વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:21 pm IST)