Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

શારીરિક-માનસિક ત્રાસ આપતા પુત્રની સામે માતા કોર્ટના દરવાજે

સારી આવકવાળી નોકરી હોવા છતાં પુત્રની ડાંડાઈ : પિતાનું ઘર નામે કરી આપ નહીં તો આત્મહત્યા કરી તારૃં નામ લખી જઈશ એવી પુત્ર માતાને ધમકી આપતો હતો

સુરત, તા. ૨૪ : 'તું કેટરીંગમાંથી કમાઇને એશ કરે છે. વટથી બેઠી છે. દીકરો પેદા કર્યો હોય તો તેને ખવડાવવું પડે. પપ્પાના ઘરમાંથી તારે કોઇ હિસ્સો લેવાનો નથી. પપ્પાનું ઘર મારા નામ ઉપર કરી દે, નહીં તો હું આત્મહત્યા કરીશ અને એના માટે બધો દોષનો ટોપલો તારા માથે નાંખીને ચિઠ્ઠી લખી જઇશ.લ્લ પ્રકારની અનેક ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા દારૂડિયા પુત્રથી છુટકારો મેળવવા અડાજણ વિસ્તારની લાચાર માતાએ કોર્ટના પગથિયા ચઢવાનો વખત આવ્યો છે.

અડાજણ સ્થિત ભુલકા ભવન વિસ્તારમાં રહેતી મહિલાએ તેના સગા પુત્ર વિરુદ્ધ કોર્ટમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિનું મે-૨૦૧૯માં બીમારીને કારણે અવસાન થયું હતું. બીજી તરફ પુત્રને દારૂ ઢીંચવાની, નશો કરવાની કુટેવ પડી ગઇ હતી. પુત્રે તેની આવક દારૂનો નશો કરવામાં ખર્ચ કરી નાંખતો હતો.

બાબતે માતા દ્વારા ટકોર કરવામાં આવતી હોય અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પુત્ર દારૂના રવાડે ચઢી જતાં ગુજરાન ચલાવવા માતાએ કેટેરીંગનો ધંધો શરૂ કર્યો હતો. કેટેરીંગના ધંધાથી થતી કમાણીના રૂપિયા માટે પણ પુત્રે માતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે પુત્રનો ત્રાસ સહન નહીં થતાં હતાશ થઇ માતાએ અલગ ભાડાના ઘરમાં રહેવા જવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસોમાં બેજવાબદાર પુત્રે નશો કરેલી હાલતમાં ભાડાના ઘરમાં આવી માતા સાથે ગાળાગાળી શરૂ કરી હતી. માતા ઉપર હાથ ઉપાડવાનું શરૂ કર્યું હતું. કેટેરીંગના ધંધામાંથી થઇ રહેલી આવક પોતાને આપી દેવા ત્રાસ ગુજાર્યો હતો. નિષ્ઠુર પુત્રના હાથે અવારનવાર ઘરેલુ હિંસાનો ભોગ બનતી લાચાર માતાએ પુત્રના આવા રવૈયાથી હતાશ થઇ એડવોકેટ પ્રીતિ જોષી મારફતે અત્રેની અદાલતમાં અરજી કરી હતી. અરજીમાં લાઇટબીલ ભરવા માટે પુત્ર દ્વારા રૂપિયાની થતી માંગણી, મોજશોખ પુરા કરવા બળજબરી રૂપિયા પડાવી લેવાની હરકત તથા ઘરનો સામાન ફેંકી દેવાની હરકત વિશે જણાવાયું હતું. પુત્ર નોકરી કરી સારી આવક મેળવતો હોવા છતાં માતાના ભરણપોષણની જવાબદારી ઉપાડવાને બદલે માનસિક ત્રાસ આપતો હોય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં પુત્રથી રક્ષણ, ઘરભાડું, માનસિક ત્રાસ બદલ એક લાખનું વળતર અપાવવા માંગણી કરાઇ હતી

(9:11 pm IST)
  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST

  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST