Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

સુરતના અડાજણમાં બેડરૂમમાં સુતેલ તરુણને બેભાન કરવાનો સ્પ્રે છાંટી 15 લાખની ઉઠાંતરી કરનાર ગઠિયાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

સુરત:અડાજણની સમર્પણ સોસાયટીના દક્ષ એપાર્ટમેન્ટમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ગેસની પાઇપ લાઇન વાટે ત્રીજા માળે ચઢી ખુલ્લા દરવાજામાંથી ઘરમાં પ્રવેશી તરૃણને સ્પ્રે છાંટી બેભાન કરી રોકડ અને સોનાની લગડી સહિત કુલ રૃા. 15 લાખથી વધુની મત્તા ચોરી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક અંબિકા મેડિકલ નામે દુકાન ધરાવતા કેયુર ઇશ્વરલાલ મોદી ઘર નજીક સમર્પણ સોસાયટીના દક્ષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટ નંબર 7 માં પત્ની રીના ઉર્ફે રોશની અને પુત્ર નીલ સાથે રહે છે. ગત રાત્રે રીનાબેન પોતાના બેડરૃમમાં અને પુત્ર નીલ બીજા બેડરૃમમાં સુઇ ગયા હતા. દરમ્યાનમાં રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં રીનાબેન વોશરૃમ જવા માટે ઉઠયા હતા ત્યારે ઘરનો બધો સરસામાન સલામત હતો. પરંતુ નિત્યક્રમ મુજબ સવારે છ વાગ્યે ઉઠયા ત્યારે રહેણાંક ફલેટનો વચ્ચેનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેમણે બુમો પાડી પુત્ર નિલને ઉઠાડયો હતો અને તેના બેડરૃમનો સરસામાન વેરવિખેર જોઇ ચોંકી ગયા હતા.

(6:03 pm IST)