Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ફટાકડાની અવનવી વેરાયટી : રૂ પાંચથી લઇને ૮ હજાર સુધીની કિંમત ફટાકડા બજારમાં આજથી ઘરાકી નીકળવાની શકયતા

અમદાવાદ તા ૨૪  :   પ્રકાશ અને ઉત્સાહનું પર્વ દિવાળીની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુકયું છે. ત્યારે શહેરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાનો પર ખરીદીનો માહોલ જામી રહયો છે. અવનવી અનેક વેરાયટીના ફટાકડા વચ્ચે પણ  જુના ફટાકડાની માંગ યથાવત છે. આ વર્ષે ફટાકડાના બજારમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો થવા છતાં ઘરાકી નીકળી છે.

દર વર્ષે ફટાકડામાં વિવિધ વેરાયટી જોવા મળતી હોય છે. આ વર્ષે આમી ટેન્ક અને ચાઇનીઝ ચાવીએ આકર્ષણ જમાવ્યું છે. ઉપરાંત ચાઇનીઝ ફટાકડાની ડીમાન્ડ પણ જોવા મળી છે. આ વખતે બાળકોમાં કાર્ટુન, બાહુબલી, છોટા ભીમ, ડોરેમોન, પોકેમોન, સ્પાઇડર મેન, સુપરમેન, સિંઘમ, દેશભકિતમાં એલેસ્ટીક ટેન્ક, કમોન્ડો, અને જુરાસિક ફટાકડાની માંગ છે. આ વખતે મોટો અવાજ કરતા ફટાકડા કરતા રોશની ફેલાવે તેવા ફટાકડાની ડિમાન્ડ વધુ જોવા મળી છે. આકાશમાંજઇને તારા મંડળ રચતા ફટાકડાઓ પણ મોટા પ્રમાણમાં વેચાય છે.

બાળકો માટેતો અનેક પ્રકારના ફટાકડા બજારમાં છે. ફુલઝરથી લઇ સુતળી બોમ્બ, રોકેટ વગેરે ફટાકડાની ખરીદી પણ શરૂ થવા લાગી છે., ચાંદલીયા, ફુલઝર, શંભુ, લવીંગીયા, ભમચકરડી, દેરાણી-જેઠાણી, તારામંડળ, રોકેટ, લક્ષ્મી બોમ્બ, વ્હીસલ, સુતળી બોમ્બ, મિર્ચી બોમ્બ,૫૫૫, પોપપાંપ, ચકલી બોમ્બ સહિત નાના મોટા અનેક ફટાકડાઓ દુકાનોમાં આવી ગયા છે. ૨૦૦૦ પ્રકારના ફટાકડા બજારમાં આવ્યા છે. જેની કિંમત રૂા ૫ થી લઇને ૮૦૦૦ રૂ. સુધીની કિંમતનો એક પિસ મળે છે. મોટાભાગે ફટાકડા રાજસ્થાન ભરતપુર, શિવાકાશી, ઇન્દોરથી મંગાવવામાં આવે છે. દિવાળી દરમિયાન અમદાવાદીઓ કરોડો રૂ.ના ફટાકડાઓ ફોડે છે. ૧૫૦ પ્રકારના ફટાકડાનાં નામ હોય છે.

(11:47 am IST)