Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કલોલના સિંદબાદ હાઇવે પર પુલની રેલિંગ સાથે ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

કલોલ:ના સિંદબાદ હાઇવે પર નવા બનતા પુલની રેલીંગ સાથે ટ્રક ટકરાતા ઘટના સ્થળે જ ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કલોલ શહેર પોલીસે તપાસ શરૃ કરી છે.

કલોલના સિંદબાદ હાઇવે રોડ પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. જશવીરસીંઘ ચેનસીંઘ નામનો ટ્રક ચાલક ડીસાથી હટાકા ભરીને મુંબઇ જવા માટે રવાના થયો હતો. ત્યારે આજે વહેલી પરોઢે કલોલના સિંદબાદ હાઇવે રોડ પર નવા બની રહેલા ઓવરબ્રીજની રેલીંગ સાથે ધડાકા ભેર ટકરાતા શરીરે ગંભીર ઇજાઓને લીધે ટ્રક ડ્રાઇવર જશવીરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા શહેર પોલીસ પણ દોડી આવી હતી. પુલની રેલીંગ સાથે ટ્રક ભયાનક રીતે ટકરાઇ હોવાથી ડ્રાઇવર સાઇડનું કેબીન પણ તૂટી ગયું હતું. શહેર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૃ કરી છે. 

(5:12 pm IST)