Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમદાવાદના કૃષ્ણનગરમાં આરોપીને માર ન મારવા 30 હજારનો તોડ કરનાર પીએસઆઇને પકડવની કામગીરી એસીબીએ હાથ ધરી

અમદાવાદ:કૃષ્ણનગરમાં રહેતા યુવક સામે મારામારીનો કેસ થયો હતો. પીએસઆઇ આરોપીને માર નહી મારીને ઝડપથી કોર્ટમાં રજૂ કરવા માટે રૃા. ૫૦ હજારની માંગણી કરતા હતા. એસીબીએ છટકું ગોઠવીને વચેટીયાને રૃા. ૩૦ હજાર લેતા ઝડપી પાડયો હતો અને ફરાર પીએસઆઇને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

એસીબીએ છટકું ગોઠવીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને નરોડા જૈન દેરાસર પાસે પલ્લવ સોસાયટીમાં રહેતા પીએસઆઇ એન.પી. મારુ અને નિકોલ જનસેવા કેન્દ્ર સામે બાલાજી રેસીડેન્સીમાં રહેતા જીગ્નેશભાઇ જયંતિલાલ ડોડિયા એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં સપડાયા હતા. જો કે વચોટિયો રૃા. ૩૦ હજાર લેતા ઝડપાયો હતો જ્યારે પીએસઆઇ પોલીસને થાપ આપીને ફરાર થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવક સામે મારામારીનો ગુનો નોંધાયો હતો આ કેસમાં પોલીસ તેના ઘરે જઇને મારવાની ધમકી આપીને રૃા. ૫૦ હજારની માંગણી કરતી. આરોપીના પિતાએ એસીબીમાં અરજી કરી હતી, જેને લઇને ગઇકાલે મોડી રાતે હોટલ ઉપર ફરિયાદી પાસેથી પીએસઆઇ વતી વચેટીયાએ રૃા. ૩૦ હજાર લીધા હતા. એસીબીએ ઓડીયો રેકોડીંગ આધારે પીએસઆઇ સામે ગુનો નોધી વધુને તેઓની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

(5:09 pm IST)