Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આણંદના બોરસદમાં રસ્તા પર બેસવા બાબતે બબાલ: અપશબ્દો બોલાતા સામ-સામે હુમલો

આણંદ : બોરસદ તાલુકાના ઝારોલા ગામના રાવપુરા ખાતે ગત ૨૧મી તારીખના રોજ રમણભાઈ ઉર્ફે કાભયભાઈ છગનભાઈ તળપદા રસ્તા ઉપર બેઠો હતો ત્યારે જગદીશભાઈ મણીભાઈ તળપદા બાઈક લઈને આવી ચઢ્યો હતો અને રસ્તામાં કેમ બેઠો છુ તેમ કહેતા જ રમણભાઈ ઉભો થઈને ઘરે જતો રહ્યો હતો. 

 


ત્યારબાદ જગદીશભાઈ પાછળ આવી ચઢ્યો હતો અને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. રમણભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ જગદીશે પોતાની પાસેની લાકડી કાંતિભાઈને જમણા હાથના બાવડા ઉપર મારી દીધી હતી. જગદીશનું ઉપરાણું લઈને રેખાબેન, જયંતિભાઈ તથા કમળાબેને આવીને રેખાબેને કાંતિભાઈના જમણા પગના ઢીંચણ ઉપર બચકુ ભરી લીઘુ હતુ. જયંતિભાઈએ લાકડાનો ડંડો કપાળ ઉપર મારીને લોહીલુહાણ અને કમળાબેને લાતોથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. 
 

(5:05 pm IST)