Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વિજ્ઞાન આપણને ભૌતિક સુખ આપશે પણ મનનું પરિવર્તન તો આવા ઉત્સવના માધ્યમથી

સંતો જ કરી શકશે: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી: મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓના રાસની રમઝટ વચ્ચે એસજીવીપી ગુરુકુલમાં ઉજવાયેલ દિવ્ય શરદોત્સવ

અમદાવાદશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પાંચ હજાર ઉપરાંત ભાવિકોની હાજરીમાં ઠાકોરજીની ચાર આરતિ સાથે શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સાથે ઉજવાયો હતો

 

    આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શરદઋતુની રાત્રિઓને " શરદોત્ફુલકહેવાય છે. શ્રીમદ્ ભાગવતના કથન પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાને બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. ભગવાને ધારણ  કરી રાસ લીધો હતો                                                                                                                                                                                                                                                                                           

  આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા. અને જેટલા સંતો હતા તેટલા રુપો.

    આજનો દિવસ સમસ્ત ભારત માટે અતિ આનંદ અને ઉમંગનો છે. ભારતીય સંસ્કૃતિ ઉત્સવોથી ભરપુર છે. જે સમાજ વધુ સુખી હોય ત્યાં ઉત્સવો ઉજવાતા હોચ છે.

    શરદપૂર્ણિમાના પર્વે ભગવાન શ્રી કૃષ્ણે વ્રજસુંદરીઓને અમર બનાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રસરાજ છે. તેનો રસ ક્યારેય નિરસ થતો નથી

    અને વધુમાં જણાવ્યુ હતું કે, વિજ્ઞાન આપણને ભોતિક સુખ આપશે પણ મનનું પરિવર્તન તો આવા ઉત્સવના માધ્યમથી સંતો જ કરી શકશે

    આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃ્થ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે અેકલા પધારતા નથી પણ મુક્તો સાથે પધારે છે. સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.

    આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, ગુજરાત યુનિ.ના કુલપતિ શ્રી હિમાંશુભાઇ પંડ્યા, ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી આર. ઢોલરિયા સાહેબ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે.લાંઘા સાહેબ, માજી કલેક્ટર શ્રી વી.એસ. ગઢવી, ગાંધીનગર ડીવાય એસપી શ્રી પીડી પરસાણા, શ્રી કાંતિભાઇ રામ (ભામાશા), ગોપાળભાઇ દવે, શ્રી ચીમનભાઇ અગ્રવાલ વગેરે મોટી સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. સભાનું સંચાલન ભકિતવેદાંત સ્વામી અને ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતુ. સભાને અંંતે તમામને દૂધપૌઆનો પ્રસાદ વહેંચવામાં આવેલ.

 

(12:55 pm IST)