Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પાસ છોડી ભાજપમાં જોડાયેલ રેશમા પટેલે ડે. સીએમ અને ગૃહપ્રધાનની કરી મુલાકાત

પાટીદાર શહીદ પરિવારજનોને નોકરી આપવા મુદ્દે કરી રજૂઆત

પાસ છોડી ભાજપમાં જોડાયેલ રેશમા પટેલે ડે. સીએમ અને ગૃહપ્રધાનની કરી મુલાકાત

 

અમદાવાદ :પાસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ પહેરનાર રેશ્મા પટેલે પાટીદાર શહીદના પરિવારજનોને નોકરી આપવા મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ડે.સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં રેશ્મા પટેલે મુલાકાત દરમિયાન કેટલાક બાયોડેટા પણ આપ્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલે આક્ષેપ કર્યા હતા કે તેણે શહીદના પરિવાજનોને નોકરી આપવામા આવે તે માટે અનેક વખત મૌખિકમાં રજૂઆત કરી હતી. આ પહેલા રેશ્માએ આક્ષેપ કર્યા હતા તેની વાતને પક્ષમાં સાંભળી ન સાંભળી કરવામાં આવી રહી છે. ત્યારે તેણે સોશિયલ મીડિયામાં પોતાની હૈયાવરાળ ઠાલવીને સીએમને પત્ર લખ્યો હતો. જે બાદ પ્રદિપસિંહ જાડેજા અને નીતિન પટેલ સાથે મુલાકાત કરીને પોતાની રજૂઆતો કરી હતી.

(12:15 am IST)
  • અમદાવાદના મણિનગરમાં નકલી પોલીસનો આતંક:યુવાનને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવાઈ:યુવક પાસેથી.3 હજારની લૂંટ: બાઈક પર આવેલા 2 શખ્સ લૂંટ કરી ફરાર:મણિનગર પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી access_time 12:15 am IST

  • મહેસાણાના વિજાપુરના બિલોદરા ગામે હત્યાનો મામલો: સેશન્સ કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી: વર્ષ 2017માં પ્રેમ સંબંધમાં યુવાનની કરાઈ હતી હત્યા. access_time 9:41 am IST

  • અમદાવાદ: વિરમગામ-સાણંદ હાઇવે પર વિટિઓનગર ગામ પાટિયાની નજીક એમ્બ્યુલન્સ અને ટેમ્પો અથડાઈ:છ લોકોને ઇજા access_time 7:13 pm IST