Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ખેડા જિલ્લાના સેવાલિયામાં ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે શખ્સને જેલ હવાલે કર્યો

ખેડા:જિલ્લાના સેવાલિયામાં પોણા આઠ લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ટ્રક પકડાતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ટ્રકમાં સિટિંગચેરના સવા પાંચસો જેટલા બોક્સ સાથે છૂપાવીને ૧૫૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો લઈ જવાતી હતી.

સેવાલિયા મહિસાગર નદીના બ્રિજ પાસે જૂની ચેકપોસ્ટ ઉપર સ્થાનિક પોલીસ ફરજ પર હતી અને વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ગોધરા તરફના રોડથી  એક ટ્રક આવી હતી. સ્થાનિક પોલીસે  ટ્રક રોકી તપાસ કરી હતી. ટ્રકના પાછળના ભાગનું કન્ટેઈનર ખોલાવીને અંદર ચેક કરતા એક કંપનીના નામ લખેલા સિટિંગ ચેરના પાર્ટ્સના પુઠ્ઠાના બોક્સ ગોઠવી રાખ્યા હતા. પોલીસે બોક્સ આઘાપાછા કરી સઘન તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતાં આશરે ૭,૮૮,૭૦૦રૂપિયાનો વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને તેની સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેમાં  નાનામોટા બોક્સ-નંગ-૫૨૬, કિ.રૂ.૧૦,૩૪,૪૦૦ તથા ટ્રક ગાડી કિ.રૂ.,૧૦,૦૦,૦૦૦ વગેરે પોલીસે કબ્જે કર્યા હતા.આ સમગ્ર મામલે સેવાલિયા પોલીસે વિદેશી દારૂ, ટ્રક, અંદરના બોક્સ  અને અંગઝડપી કરતા મળેલી સામાન્ય રોકડ અને અન્ય સામાન સાથે કુલ ૨૮,૨૯,૪૨૦ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર સુખચેન કૃશણ મોજીરામ, ઉ.વ. ૪૪, રહે સોનપત, હરિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:56 pm IST)