Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

૧૬૦૦ કિ.મી.નાં દરિયાઇ કાંઠામાં માત્ર રર જ પોલીસ સ્ટેશનોઃ હાર્દિક પટેલ

ગુજરાતની દરિયાઇ સીમાની સુરક્ષા રાજય સહિત સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણઃ સરકાર સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ

રાજકોટ તા. ર૪ :.. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ ભાજપ સરકાર ઉપર સવાલો ઉઠાવીને જણાવ્યું છે કે, ગુજરાતનો દરિયા કિનારો ફરી એકવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. કચ્છના મુન્દ્રા બંદરથી ડ્રગ્સની  ૩૦૦૦ કિલોની મોટી ગુણી પકડી પડાઇ છે. જેની કિંમત ૯૦૦૦ કરોડ રૂપિયાની હોવાની માહિતી છે. મુન્દ્રા પોર્ટ ટ્રસ્ટની માલીકી અદાણી પોર્ટ પાસે છે. આ મુદ્ પર મૌન સમજવા લાયક છે.

ગુજરાતનો સમુદ્ર કિનારો ૧૬૦૦ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. જેની સુરક્ષા માટે માત્ર રર દરિયાઇ પોલીસ સ્ટેશન છે. જયારે કર્ણાટક અને તામિલનાડુની દરિયાઇ સીમાની લંબાઇ ઓછી હોવા છતાં પણ તેમની પાસે અનુક્રમે ૬ર અને ૪ર પોલીસ સ્ટેશનો છે. આપણા દરિયાઇ પોલીસ પાસે હંમેશા ઉપકરણોની અછત હોય છે તેમજ નૌકાની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે. તેમ હાર્દિક પટેલે જણાવ્યું છે.

વારંવાર અહીંથી માછીમારોનું અપહરણ અને તેમના પર ફાયરીંગની ઘટનાઓ સામે આવતી રહે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાની મરીનએ આઠ નૌકામાં સવાર ૪૦ ભારતીય માછીમારોનું અપહરણ કરી લીધું હતું. પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હવે કચ્છ (ગુજરાત બોર્ડર) સુધી આવી ચૂકયો છે.

આજ વર્ષે એપ્રિલ મહિનામાં આઠ પાકિસ્તાનીઓને ડ્રગ્સ સાથે પકડયા હતાં. હજી સાત દિવસ પહેલાં જ ૧પ૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે કેટલા પાકિસ્તાની ઝડપી પાડવામાં આવ્યા હતાં. ગુજરાતની દરિયાઇ સીમા દ્વારા મુંબઇ પર પણ આતંકવાદી હુમલો થઇ ચૂકયો છે જેની યાદ આજે પણ દરેક ભારતીયોનાં મનમાં તાજી જ છે.

કેન્દ્ર અને રાજયમાં ભાજપ સરકાર હોવા છતાં પણ આ મુદ્ે કેમ ધ્યાન નથી અપાઇ રહયું ? આ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલી બાબત છે અને એક રીતે પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા ભારતના યુવાનોને નશાના દલદલમાં ધકેલવા માટે વારંવાર ડ્રગ્સની તસ્કરી કરાઇ રહી છે, સરકારે તેનો જવાબ આપવો જોઇએ તેમ અંતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું છે.

(3:29 pm IST)