Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બરતરફ IPS સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ: વેબસાઇટના માધ્યમથી રૂપિયા પડાવ્યાનો આરોપ

ગાંધીનગરના એક સરકારી કર્મચારીએ ઠગાઈની ફરિયાદ કરતા શાહીબાગ પોલીસને ગુનો નોંધવા આદેશ

 

અમદાવાદ : જેલમાં બંધ બરતરફ IPS સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાંધીનગરના એક સરકારી કર્મચારીએ સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

ફરિયાદીનો આરોપ છે કે ઇંડિયન ફાઇટ ફોર જસ્ટિસ નામની વેબસાઇટ બનાવીને સંજીવ ભટ્ટે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. વેબસાઈટના માધ્યમથી લોકો પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા પડાવ્યા છે. સરકારી કર્મચારીએ પોતે 11 હજાર રૂપિયા બેન્કથી ટ્રાન્સફર કર્યા હતા. હાલ તો કોર્ટે ફરિયાદના આધારે શાહીબાગ પોલીસને ગુનો નોંધવા આદેશ કર્યો છે.

(1:11 am IST)