Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમદાવાદના સાઉથ બોપલમાં રાજસ્થાની યુવકે છઠ્ઠા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

આઇઆઇએમ રાયપુરમાં અભ્યાસ કરતા યુવકની આત્મહત્યાનું કારણ અને તપાસ શરૂ

અમદાવાદના સાઉથ બોપલની ગાલા મેરિગોલ્ડ પાછળથી યુવકનો  મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી છે. યુવકની ઉંમર આશરે 30થી 35 વર્ષની હોવાનું પોલીસનું કહેવું છે..મૃતક યુવક રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે.

 જાણવા મળ્યા મુજબ યુવકે ફ્લેટના છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. યુવક આઇઆઇએમ રાયપુરમાં અભ્યાસ કરતો હતો. જો કે ક્યાં કારણથી યુવકે આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(10:06 pm IST)