Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમદાવાદના જમાલપુરમાં ભાજપના સક્રિય કાર્યકર રાજુ શેખની હત્યા મામલે વધુ બે આરોપીઓ ઝડપાયા

આરોપીઓ તમામ ખાન સાયકલ ગેંગના સાગરીતો : મૃતકની પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થઇ હતી

અમદાવાદના જમાલપુરમાં ભાજપના સક્રિય કાર્યકર્તાની હત્યા મામલે પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અનસખાન, ફેસલ એન પરવેજની ધરપકડ કરાઇ છે. આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે

  . રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ આર.આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ સાથે મૃતકની પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થઇ હતી. 5 શખ્સોએ છાતીમાં છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. આરોપીઓ તમામ ખાન સાયકલ ગેંગના સાગરીતો છે. આરોપીઓ પર અગાઉ પણ હત્યાનો ગુનો નોંધાયેલો છે.

(10:03 pm IST)