Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જુદા-જુદા 4 માર્ગ અકસ્માત: લાડવેલ ચોકડી નજીક એકનું કમકમાટીભર્યું મોત: ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં જુદા-જુદા ચાર ઠેકાણે માર્ગ અકસ્માતો સર્જાયા હતાં. નડિયાદ-ડાકોર રોડ પર આવેલ સલુણ તળપદ, મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ તેમજ કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી નજીક સર્જાયેલા ત્રણ માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જ્યારે ધોળકા ચોકડી નજીક માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થતી ગાડીની અડફેટે માતર તાલુકાના પરિએજ ગામમાં રહેતાં ૬૩ વર્ષીય બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.

અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના પરિએજ ગામમાં આવેલ રોહિતવાસ વિસ્તારમાં રહેતાં રમેશભાઈ માનાભાઈ પરમાર ગતરોજ સવારના સમયે પોતાનું બાઈક . જીજે-૦૭, સીસી-૬૯૧૦ લઈ અમદાવાદ ગયાં હતાં. જ્યાં કામકાજ પતાવી સાંજના સમયે ઘરે આવવા પરત નીકળ્યાં હતાં. તેઓ સાંજ પાંચ વાગ્યાના અરસામાં ધોળકા ચોકડી પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નં પર ખેડાથી આણંદ જતાં બાયપાસ બ્રીજ પરથી તેઓ જઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતી એક્સયુવી ગાડી નં. જીજે-૦૬ એલકે-૯૫૮ના ચાલકે રમેશભાઈના બાઈકને અડફેટે લીધી હતી. ગાડીની ટક્કર વાગવાથી બાઈક પરથી ફંગોળાઈ જમીન પર પટકાયેલા રમેશભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને બદલે ત્યાંથી ભાગી છુટ્યો હતો. જ્યારે બીજી બાજુ માર્ગ પરથી પસાર થતાં લોકો ઉભા રહી જઈ રમેશભાઈને સારવાર માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. જો કે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ માનાભાઈ પરમાર (ઉં. ૬૩)નું સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં પહેલા મોત નિપજ્યું હતું.

(5:19 pm IST)