Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમીરગઢના ડાભેડા નજીક પસાર થતી ડીમા ડૂબેલ પતિને બચાવવા પત્નીએ નદીમાં છલાંગ લગાવી: હાથ છૂટી જતા પતિનું કમકમાટીભર્યું મોત નિપજતા ચકચાર

અમીરગઢ: શહેરના ડાભેડા અને સવનિયા વચ્ચેથી પસાર થતી અને આગળ જઇ બનાસનંદીમાં ભળતી ખાડેકોનદીમાં નાહવા પડેલ એક આશાસ્પદ યુવકનું મોત નિપજતાં અરેરાટી મચી જવા પામેલ છે.મુળ રાજેસ્થાનનો પરિવાર સાળા બનેવી નદીમાં નહાવા પડયા હતા જેમાં બંને તરતા આવડતું હોવાથી કિનારે ઉભેલી મહિલાએ ઝપલાવ્યું હતું. જેમાં તેમના પતિનો હાથ છુટી જતા તેમનું મોત થયું હતું. જ્યારે નણદોઇને બચાવવામાં સફળ થઇ હતી.

થોડાક દિવસો પહેલા બનાસનદિમાં નાહવા ગયેલ આરોગ્ય ખાતાના કર્મચારી ડુબતા તેનું કરૃણ મોત નિપજેલ હતું જયારે ડાભેલા અને સવાનિયા વચ્ચે પસાર થતી ખાડેકો નદીજે  આગળ જતાં બનાસનદિમાં ભળી દાંતિવાડા ડેમમાં સમાય છે. તેમાં વિસ્તારમાં ભાગીયા તરીકે રહેતો મુળ રાજસ્થાનનો યુવક ડુબતા તેનું મોત થયેલ છે. કિકાભાઇ મકાભાઇ માજીરાણા તેની પત્નિ તથા બનેવી મગનભાઇ સાથે ખાડેકા નદીમાં નહવા માટે ગયા હતા તેઓને તરતાં આવડતાં થોડાક પાણીમાં સ્થાન કરી રહ્યા છે. પરંતું તેઓની જાણ કરતાં વધારે ઉંડા પાણીમાં તેઓ અચાનક સાળા-બનેવી બંને ચાલ્યા ગયા હતા. અને ડુબવા લાગ્યા હતાં તેઓને ડુબતાં જોઇ કિકાભાઇની પત્ની જેને તરતા આવડતું હતું તે ઉડા પાણીમાં કુદી પડી હતી. અને મરણજનારના બનેવી મગનભાઇને બચાવી બહાર લાવી હતી. પરંતુ તેના પતિને બચાવવા માટે ફરીથી કુદી પડતાં એકવાર પતિને હાથ તેઓના હાથમાં આવ્યા બાદ છુટી જતાં ની સાથેજ જીંદગીનો સાથ છુટી ગયો હતો. અને કિકાભાઇ ઉડા પાણીમાં તણાઇ જતા રહ્યા હતા.

(5:11 pm IST)