Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુરતના કતારગામમાં ફોનની લાલચ આપી 12 વર્ષીય કિશોરીનો હાથ પકડી છેડતી કરનાર રત્નકલાકારને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો

સુરત: શહેરના કતારગામમાં એપાર્ટમેન્ટના પેસેજમાં આવેલી 12 વર્ષીય કિશોરીને મોબાઈલ ફોન આપવાની લાલચ આપી હાથ પકડી છેડતી કરનાર રત્નકલાકારને લોકોએ ઝડપી પાડી માર મારી પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ વિસ્તારમાં ગત બપોરે અઢી વાગ્યાના અરસામાં 12 વર્ષીય કિશોરી પોતાના એપાર્ટમેન્ટના પેસેજમાંથી જતી હતી તે સમયે ત્યાં રહેતાં અને રત્નકલાકાર તરીકે કામ કરતા 30 વર્ષીય પ્રગ્નેશ કિશોરભાઈ લશ્કરી ( મૂળ રહે. ભાવનગર )  તેને મોબાઇલ ફોન આપવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને હાથ પકડી છેડતી કરી હતી. કિશોરીએ બુમાબુમ કરતા પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને બે યુવાનોએ પ્રગ્નેશને માર માર્યો હતો. પાડોશીઓએ અંગે પોલીસને જાણ કરતાં પ્રગ્નેશે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને પકડી લીધો હતો અને સ્થળ ઉપર આવેલી કતારગામ પોલીસને સોંપ્યો હતો. બનાવ અંગે કિશોરીના પિતાએ બાદમાં કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રગ્નેશ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

(5:09 pm IST)